ભીતર કાયમ અમે નરી ભીંસ રાખી,
પણ કદી ન કોઇથી કંઈ રીસ રાખી.
આખી નદી પરસેવાથી ભરવાની,
ને એય દહાડી રૂપિયા ત્રીસ રાખી !
સમાનતા પ્રેમ વિના બીજે ક્યાં મળે ,
રહ્યું દુખ એવું ,જેવી જેણે પ્રીત રાખી.
ગીત હતા જે કને સહુ દઈ દીધા અમે,
ફક્ત ઓશીકે એક ઝીણી ચીસ રાખી.
-મેહુલ મકવાણા ,
૩૧ જુલાઈ ૨૦૧૦ અમદાવાદ
No comments :
Post a Comment