Thursday, July 21, 2011

પેલ્લા પૂછે કે કોનું પાણી છે?


કમબખ્ત ઈશ્ક આ પઠાણી છે,
યાદોની રોજ કડક ઉઘરાણી છે.

કદી ઊંઘમાં ય કરે પગપેસારો,
આપણી ઇચ્છાઓ બહુ શાણી છે .

હજારો ભાવ એકસામટા જીવે ,
મનુષ્ય સાલું અજબ પ્રાણી છે.

હોય તરસ તોય ય ભેદ રાખે,
પેલ્લા પૂછે કે કોનું પાણી છે?

પીલે અવિરત સહુ બળદ થઇ,
છે જિંદગી કે તેલની ઘાણી છે ?

મેહુલ ૧૩ મેં, ૨૦૧૧

* પઠાણી શબ્દ કહેવતના આધારે વાપર્યો છે; એમાં કોઈ સમુદાયનું મન દુભવવાનો ઈરાદો નથી.

No comments :

Post a Comment