Thursday, September 18, 2014

વિસ્ફોટ અને શાંતિ

એણે મુઠ્ઠી ખોલી તો 
હથેળીમાં દેખાયું મને આભ 
ફટાક દઈને મૂકી દીધી મેં આંગળી 
પોપચાની જેમ બીડાઈ ગઈ મુઠ્ઠી
ચાલવા માંડ્યા અમે ધસમસ 
માથાના વાળ થઇ ગયા પતંગિયા 
તળિયા જાણે દરિયો 
હવામાંથી હવા બાદ થઇ ગઈ 
ને રહી ગઈ ફક્ત ખુશબો 
બધુય તરબતર 
એટલું તરબતર કે 
લોહીના બદલે સુગંધ વહેતી હોય જાણે અંદર 
જરી પણ અવાજ ન થાય એમ ચુપચાપ માંડ્યું હોય પગલું 
તોય ચારેકોર ધબ્બ સંભળાય એવું 
એક વિસ્ફોટ... સાવ સહજ 
એક શાંતિ...સાવ સહજ 
બે વિસ્ફોટ... સહજ સહજ 
બે શાંતિ... સાવ જ સહજ 
વિસ્ફોટ વિસ્ફોટ 
શાંતિ શાંતિ 
વિસ્ફોટ વિસ્ફોટ વિસ્ફોટ
શાંતિ શાંતિ શાંતિ
વૃક્ષો કહ્યા વગર શ્વાસ દીધા કરેને એવું સહજ બધુયે 
વિસ્ફોટ કે શાંતિ ? 
ના ના !
વિસ્ફોટ અને શાંતિ ? 
હા કદાચ હા 
કે શાંતિ અને વિસ્ફોટ ? 
હા 
હા 
હા 
હા એ જ
કકાં પછી એવું કશુક
એણે હળવેકથી ફરી ખોલી મુઠ્ઠી
મેં સહજતાથી આખુ આભ પેરી લીધું આંગળીમાં.

- મેહુલ મંગુબહેન, 14 સપ્ટેમ્બર 2014, અમદાવાદ 

4 comments :

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. આમ તો હું સમજી ગયો કે અહીં કવિ શું કહેવા માંગે છે---

      :)

      આ વિસ્ફોટ પૂર્ણ શાંતિ માટે અભિનંદન અને એથી વધુ અભિનંદન એ વિસ્ફોટ ના રીપોર્ટીંગ માટે ......

      Delete
  2. રાજુ પટેલ, સામાન્ય રીતે આવું એબ્સર્ડ હું લખતો નથી અથવા તો કહો કે મારાથી લખાતું નથી. તમે કડી તો જાણે કે પકડી લીધી હોય એમ લાગે છે, હું પોતે કડી ખરેખર પકડાઈ છે કે નહિ તે વિચારું છું. મારી રચનાઓ તમે નિયમિત વાંચો છો અને તે યોગ્ય સરાહના પણ પામે છે તે આનંદની વાત છે. જોઈએ બીજા મિત્રો કઈ રીતે કડીને પકડે છે અને શું તારવે છે ! ત્યાં લગી સ્ટે ટયુન !

    ReplyDelete