Friday, October 1, 2010

જીવન આ અમૂલ્ય વેઢારવું પડે છે,
લોહી રોજ પરસેવે ગાળવું પડે છે.

હેમખેમ સાચવવા કોઈ એક પ્રસંગ,
કેટલું બધું જીવનમાં ટાળવું પડે છે.

દરિયા જેવા દરિયાને પણ છેવટ કાંઠે,
મોજું ઈચ્છાઓનું પાછુ વાળવું પડે છે.

આ ભીનાશની આદતમાં એ ય ભૂલ્યો,
પહેલા વરસાદે ઘરને ચાળવું પડે છે.

હોય સુખ કે દુખ ફિતરત બેઉની સરખી,
હોય એથી વધુ એને પંપાળવું પડે છે.

-૧૪ ઓગસ્ટ ૨૦૧૦ , અમદાવાદ

1 comment :

  1. dear mehul,

    i think i am repeating myself. but still i need to make a point with regard to the poet's deliberate exercise of rhyming even at the cost of meaning.

    let me copy-paste the opening couplet to give an example :

    જીવન આ અમૂલ્ય વેઢારવું પડે છે,
    લોહી રોજ પરસેવે ગાળવું પડે છે.

    by any stretch of imagination the reader won't get to know how to ગાળવું the blood through sweat. i would wish the use of a word must not defy reason, even though it is used as a poetic license.

    in the obvious effort to rhyme with the words like ટાળવું, વાળવું, ચાળવું etc in the subsequent couplets, the poet cares little to ponder whether the usage makes sense or not.

    this is just my personal view-point and the poet shouldn't necessarily agree with such comments. let him enjoy his liberty of expression.

    ReplyDelete