Tuesday, August 28, 2012

ભાષાઓ લઇ



દુધિયા દાંત પહેલાની ખરી પડેલી ઈચ્છાઓ લઇ,
બાળક આખરે ઢબી ગયું આંખોમાં પરીના કિસ્સાઓ લઇ.

આભે સહેજ કર્યો જાહેર છાંયનો અભરખો ત્યાં તો, 
પારેવાએ દોટ મેલી ચાંચમાં બધી ઘટાઓ લઇ.

નહિ હાકોટા, નહિ હોંકારા, નહિ નેણમાં નેહફુવારા,
અહી તો જે મળે છે, મળે છે ફિક્કા ડાચાઓ લઇ.

વ્યક્તિમાંથી અભિવ્યક્તિ સઘળી બાદ થઇ ગઈ,
એ ગયા તો ગયા, મારી બધીયે ભાષાઓ લઇ.

મેહુલ મકવાણા, ૨૫ ઓગસ્ટ ૨૦૧૨, અમદાવાદ 

No comments :

Post a Comment