Saturday, September 4, 2010

પડ્યાતા આંખમાં જે સોળ એને દેખાયા નહિ.

અમથી હતી ભીનાશ પણ જબ્બર નડી ગઈ,
પડ્યાતા આંખમાં જે સોળ એને દેખાયા નહિ.

એમના રંગ કે ખુશ્બુનો પછી અર્થ કશો ન રહ્યો,
હાય એ ફૂલો કે જે તારા કેશમાં ગુંથાયા નહિ.

એક ચીંધેલી આંગળીએ અવિરત ચાલ્યો હું,
પણ રસ્તાઓ કદીય પાછા ફંટાયા નહિ.

હદ થઇ હવે આ કાળા અંધકારની હદ થઇ,
ખુદ આવ કયારેક ,આમ મોકલ પંડ્છાયા નહિ.

2 comments :

  1. Mehul,

    Bahu j saras...padya ta aankh ma sol ene dekhaya nahi...never ever used words...fresh idea! Just enjoyed reading this...no words to admire! Keep it up!

    ReplyDelete