Thursday, March 7, 2013

જીવન વટાવ્યે રાખે


જીવે છે બે ચાર, બાકીના ફરજ નિભાવ્યે રાખે,
ગણી ટાણા સુખ દુખને, દિવસ ટૂંકાવ્યે રાખે.

એવા તે શા પાપ તારા કે કદી ન આવે સામે ?
મંદિર, મસ્જીદ દેવળમાં તું શું સંતાયે રાખે ?

હોય જાણ મોડો આવીશ ને જમીશ તો નઈ જ,
મા છે એ માને નહિ થાળી ઢાંકેલી છતાંયે રાખે.

એક હું છું કે યાદ રાખું ન એકેય ગુનાહ એના, 
એ પણ મારી જાણ બહાર ખુદ પસ્તાયે રાખે.

બેન્કિંગ સેક્ટરની તેજી સવારે છાપું બોલે ને, 
બે રૂપરડીમાં લોકો અહી જીવન વટાવ્યે રાખે.
- મેહુલ મકવાણા, ૧૨ / ૧૨ / ૨૦૧૧ , અમદાવાદ 

No comments :

Post a Comment