Thursday, December 8, 2011

લખું


લખું વ્હાલ, ગાળ ને ગોળી લખું
શબ્દો લોહી ભારોભાર તોળી લખું.


હો પ્રકાશપુંજ તરફ,અગર હો ગતિ,

સૌ ખરેલા તારલા આભે ચોડી લખું.

ઉપર કે નીચે, બેય બેંકમાં ખાતું કોરું,
ઈશ્વરની લાચારી ને ફૂટી કોડી લખું.

છું સાવધાન કે અડે નહિ ધાર તને,
યાદો બધીય ધૂળમાં રગદોળી લખું.

ક્યાં છે સમરાંગણ ? ક્યાં રણશિંગું ?
હું ક્યાંથી રકત ટપકતી ટોળી લખું ?

કાં લખું ના એકે અક્ષર વર્ષો સુધી,
ને લખું જો, તો જાત ઝંઝોડી લખું.

- મેહુલ મકવાણા , અમદાવાદ, ૭ /૧૨ /૨૦૧૧

No comments :

Post a Comment