Saturday, December 10, 2011

હજીયે


એમ નવી કવિતા લખાય છે,
જેમ મજૂરનો દા'ડો ભરાય છે.

વસ્ત્ર હોય છે મૂળે નજર મહી,
લૂગડાથી કશું ક્યાં ઢંકાય છે.

એક પણ માણસ આ શહેરમાં,
જીવતો નથી, સંડોવાય છે.

અમીરોના સંગ્રહિત પરસેવે,
જો,લોહી ગરીબનું ગંધાય છે.

હજી પીવાતા આંખના પાણી,
હજુ માયાની વાવ ગળાય છે.

- મેહુલ મકવાણા, ૯/ ૧૨/ ૨૦૧૧, અમદાવાદ

2 comments :

  1. સરસ :) !

    અમીરોના સંગ્રહિત પરસેવે,
    જો,લોહી ગરીબનું ગંધાય છે.

    હજી પીવાતા આંખના પાણી,
    હજુ માયાની વાવ ગળાય છે.
    ખેર, "કવિતા"ના સ્થાને "લેખો" લેવાય તો પણ
    છંદ ના તૂટે :) !

    ReplyDelete
  2. મસ્ત. હૃદયસ્પર્શી.

    ReplyDelete